પાલિકાની બેદરકારી:જામનગર શહેરમાં અકસ્માત નોતરતા અને રાડ પડાવતા ખાડા, મહાનગરપાલિકાની બેદરકારીથી શહેરીજનો તોબા પાેકારી ઉઠ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાઉનહોલ રોડ - Divya Bhaskar
ટાઉનહોલ રોડ
  • મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ ગાંધારીની ભૂમિકામાં...!

જામનગરમાં ભારે વરસાદના કારણે માર્ગોનું ધોવાણ થતાં નુકસાન થયું છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો કે જયાં સતત ટ્રાફીક રહે છે તે માર્ગો પર મસમોટા ખાડાથી શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના ટાઉનહોલ સર્કલ, વિભાજી શાળા પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિર પાસે, ઇન્દીરા માર્ગ પર નવાગામ ઘેડના ઢાળિયા પાસે, ગુરૂદ્વારા સર્કલ સહિતના માર્ગો પર મસમોટા ખાડાના કારણે શહેરીજનો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. બીજી બાજુ ખાડાના કારણે આવાગમનમાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

નવાઇની વાત તો એ છે કે, ટાઉનહોલ સર્કલ સહિત અન્ય માર્ગો પરથી મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પસાર થતાં હોવા છતાં તેઓને ખાડા દેખાઇ રહ્યા નથી કે ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યા છે તે સવાલ શહેરીજનોમાં ઉઠયો છે. વળી, શહેરના માર્ગો પર લાંબા સમયથી ખાડા હોવા છતાં મનપા દ્વારા સમારકામ કામગીરી કરવામાં ન આવતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. ખાડાના કારણે વાહનોને પણ નુકસાન થઇ રહયું છે ખાસ કરીને રાત્રીના સમયે વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...