જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ફીનાઇલની ફેકટરીમાં અકસ્માતે આગથી ભારે દોડધામ મચી ગઇ હતી. આગના કારણે ફીનાઇલ અને લીકવીડ સાબુનો જથ્થો બળી ગયો હતો. બનાવની જાણ જતાં ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ 5000 લીટર પાણીનો મારો ચલાવતા આગ ઓલવાઇ હતી.જામનગરમાં હાપા પાસે લાલાવડી શેરી નં.1 માં આવેલી હિતેષ ટ્રેડર્સ નામની ફીનાઇલની ફેકટરીમાં મંગળવારે સવારે 6 વાગ્યા આસપાસ અકસ્માતે આગ લાગી હતી. આથી ભારે દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. 5000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી. આગના કારણે ફીનાઇલ અને લીકવીડ સાબુનો જથ્થો બળી ગયો હતો. સવારે 6 વાગ્યા આસપાલ લાગેલી આગ 7.30 કલાકે કાબૂમાં આવી હતી. જો કે, બનાવમાં કોઇ જાનહાનિ ન થતાં પ્રશાસન અને સંબંધિતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.