અકસ્માત:લાલપુરમાં અકસ્માતે રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા ચાલકનું મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતક સામે અકસ્માતનો ગુનો નોંધી ઔપચારિક વિધી કરી
  • બનાવની જાણ થતાં જ મૃતકનો પુત્ર સહિત પરીવાર હોસ્પિટલ દોડી ગયા : શોકમય માહોલ

જામનગર જિલ્લાના લાલપુરમાં રૂપાવટી સ્કુલની આગળ પસાર થતી એક રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લાલપુર તાલુકા મથકે સોમવારે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે રૂપાવટી સ્કુલની આગળથી પસાર થતી જી.જે.10 યુ.6139 નંબરની રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા અકસ્માત થયો હતો. આ બનાવમાં લાલપુરના ધરારનગર વિસ્તારમાં રામાપીરની મંદિરની પાસે રહેતા રીક્ષા ચાલક કાંતીલાલ ઉર્ફે કાનજીભાઇ રાઠોડ (ઉ.વ.40)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકના પુત્ર સહિતનાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સારવાર દરમ્યાન રીક્ષા ચાલક કાંતીલાલ ભાઇનું મૃત્યું નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતક સામે ફરિયાદ નોંધી ઔપચારિક વિધિ પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...