હેરાનગતિ:જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે માર્ગમાં ખાડાથી અકસ્માત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પર આવાગમન કરતા વાહનચાલકો તોબા
  • મહાપાલિકાનું તંત્ર ​​​​​​​કુંભકર્ણની નિંદ્રામાં રાચતા ભારે રોષ

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે ખાડાથી દરરોજ અકસ્માતના બનાવ બની રહ્યા છે. આ માર્ગ પર આવાગમન કરતા વાહનચાલકો ખાડાના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. આમ છતાં મહાપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાચતા ભારે રોષની લાગણી ફેલાઇ છે. જામનગરમાં સાત રસ્તા પાસે આવેલા સર્કલ નજીક છેલ્લાં ઘણા દિવસથી માર્ગમાં ખાડો પડયો છે.

આથી આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહીં આ સર્કલ પર ફરજ બજાવતા સ્થાનિક પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, સરેરાશ રોજના ત્રણથી ચાર લોકો આ ખાડાને કારણે અકસ્માતનો ભોગ બને છે. તાજેતરમાં નાના બાળકનો જીવ માંડ બચ્યો હતો. આમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાચતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...