સદભાગ્યે જાનહાની ટળી:શહેરમાં કાર-એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત, ઇજાગ્રસ્ત 3 લોકોને હોસ્પિટલે પહોંચાડ્યા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સ્વામિનારાયણ મંદિર નજીક એક કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ એમ્બ્યુલન્સની અંદર રહેલા મીઠાપુરના એક મહિલા દર્દી તથા તેના પરિવારના બે સભ્યોને જલ્દીથી સારવાર અપાવવાના ભાગરૂપે ત્યાંથી પસાર થઇ રહેલા આરટીઓના અધિકારીએ પોતાના વાહનમાં બેસાડીને હોસ્પિટલે પહોંચાડવા માટેની મદદ કરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મીઠાપુરના એક મહિલા પેશન્ટને લઈને એક ખાનગી એમ્બ્યુલન્સ જામનગર તરફ આવતી હતી. જેમાં મહિલા દર્દીના પતિ અને બાળક પણ બેઠા હતા. ઉપરોક્ત ખાનગી એમ્બ્યુલન્સ જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવી પહોંચતાં આગળ જઈ રહેલી એક કારના ચાલકે ઓચિંતી બ્રેક મારી હોવાથી એમ્બ્યુલન્સ પાછળથી ટકરાઈને ડિવાઈડર પર ચઢી ગઇ હતી.

સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ સમયે જામનગર આરટીઓના અધિકારી જે.જે. ચૌધરી જામનગર થી આરટીઓ કચેરીએ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, તેઓએ પોતાની કારને થોભાવીને એમ્બ્યુલન્સની અંદર રહેલા મહિલા દર્દી અને તેના પતિ તથા પુત્ર વગેરેને પોતાની કારમાં બેસાડીને સારવાર માટે જામનગર પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...