તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર મોટી બાણુંગાર-જાંબુડા પાટીયા વચ્ચે શનિવારે બપોરે કન્ટેઇનર ટ્રક અને સ્કુટર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સ્કુટર ચાલક પડધરી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પુત્રનુ મૃત્યુ નિપજયુ હતુ. પંચ એ પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર મોટી બાણુંગાર-જાંબુડા પાટીયા વચ્ચે શનિવારે બપોરે રોડ પર બંધ ઉભેલા એક કન્ટેઇનર ટ્રક સાથે સ્કુટર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં સ્કુટરના ચાલક સહદેવસિંહ જયેન્દ્રસિ઼હ જાડેજા(ઉ.વ.22)ને શરીરે ગંભીર ઇજા પહોચતા તુરંત 108 મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
આ બનાવની જાણ થતા પંચ એ પોલીસની ટીમ દોડી ગઇ હતી.મૃતક યુવાન સ્કુટર પર જામનગર તરફ આવી રહયો હતો ત્યારે માર્ગમાં અકસ્માત નડયો હતો.અકસ્માતનો ભોગ બનનાર મૃતક યુવાનના પિતા પણ પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મૃતકના કાકા દશરથસીંહ જાડેજા(રે. બાડા)ની ફરીયાદ પરથી પંચ એ પોલીસે કન્ટેઇનર ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવાનના મૃત્યુથી પરીવારમાં ઘેરો શોક છવાયો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.