તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તા માટે લડાઇ:જામનગરમાં પંચાયતોની 136 બેઠક માટે અધધ 749 ફોર્મ ભરાયા

જામનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી થશે, મંગળવારે કેટલા ઉમેદવાર રહેશે તે સ્પષ્ટ થશે
 • પંચાયતોમાં સતા કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસ અન્યના ફોર્મ પરત ખેંચાવવા એડી ચોટીનું જોર લગાવશે

જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોની કુલ 136 બેઠક માટે અધધ 749 ઉમેદવારી પત્ર ભરાયા છે. સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 16 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચાયા બાદ પંચાયતો અને પાલિકાની ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.

જામનગરમાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા અને તાલુકા પંચાયત થતા પાલિકાની ચૂંટણીમાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે નામાંકન પત્ર ભરવા ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. જેમાં જિલ્લા પંચાયતની 24 બેઠક માટે વધુ 62 અને તાલુકા પંચાયતની 112 બેઠક માટે વધુ 249 ફોર્મ ભરાયા હતાં. આમ જિલ્લા પંચાયતની કુલ 24 બેઠક માટે કુલ 140 ઉમેદવારોએ 152 ફોર્મ ભર્યા છે. જયારે તાલુકા પંચાયતની 112 બેઠક માટે 581 ઉમેદવારે 597 ફોર્મ ભર્યા છે.

દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 713 ઉમેદવારી નોંધાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં 113,ચારેય તાલુકા પંચાયતમાં 351 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાં ખંભાળીયા તાલુકામાં 94, કલ્યાણપુર તાલુકામાં 111, ભાણવડ તાલુકામાં 78, દ્વારકા તાલુકામાં 68 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ખંભાળીયા નગરપાલિકામાં કુલ 120 ફોર્મ ભરાયા હતાં. રાવલ નગરપાલિકામાં 113 ઉમેદવાર, ઓખા નગરપાલિકામાં 3, સલાયા નગરપાલિકામાં 13 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કુલ 713 ફોર્મ ભરાયા હતાં.

જામજોઘપુર નગર પાલિકાની પેટા ચૂંટણીમાં 6 નામાંકન
જામજોઘપુર નગરપાલિકાની વોર્ડ નં.7 ની પેટાચૂંટણીમાં કુલ 6 ઉમેદવારી પત્ર ભરાયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમ્યાન પેટાચૂંટણીમાં પ્રથમ ચાર દિવસ એકપણ ફોર્મ ભરાયું ન હતું. જયારે શુક્રવારે 2 અને શનિવારે 4 ઉમેદવારી પત્ર ભરાયા હતાં.

કોંગ્રેસમાં ટીકીટ કપાવા પાછળ આંતરિક જૂથવાદ, ભાજપ સાથે મીલીભગતની ચર્ચા
જામનગર જિલ્લા પંચાયતની ટીકીટમાં કોંગ્રેસના દિગ્ગજોના પતા કાપી નવા ચહેરાને ટીકીટ આપવામાં આવતા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ કારણભૂત હોવાની સાથે કોંગ્રેસના અમુક સ્થાનિક નેતાએ ભાજપ સાથે મીલીભગત કરી ઇરાદપૂર્વક નબળા ઉમેદવારને ટીકીટ આપ્યાની ચર્ચા પણ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે.

જિ.પંચાયતમાં કોંગ્રેસના દિગ્ગજો કપાયા
જામનગર જિલ્લા પંચાયતોની બેઠકો માટે કોંગ્રેસે છેક સુધી યાદી જાહેર ન કરી ઉમેદવારોને સીધા મેન્ડેટ આપ્યા હતાં. જેમાં કોંગ્રેસના સીનીયર સીટીંગ સદસ્યોની ટીકીટ કાપી નવા ચહેરાને ટીકીટ આપતા કોંગીની છાવણીમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. જેના પતા કાપી નખાયા છે તેમાં દિગ્ગજ હેમત ખવા, નાથાભાઇ ગાગલિયા, વશરામભાઇ રાઠોડ, રેખાબેન ગજેરાનો સમાવેશ થાય છે. આથી હેમત ખવાએ બસપા અને વશરામભાઇએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો