ધરપકડ:મોરકંડા પાસેથી બાઈક ચોરીના ગુન્હાનો આરોપી આબાદ ઝડપાયો

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • બાઈક કબજે કરી આરોપીની અટક કરી પોલીસ દ્વારા પૂછતાછ

જામનગરના મોરકંડા રોડ ઉપર સનસીટી-2 વિસ્તારમાંથી પોલીસે મોટરસાયકલની ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે, સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતો ત્યારે કોન્સ. શિવરાજસિંહ રાઠોડ અને વિક્રમસિંહ જાડેજાને બાતમી મળેલ કે મોટકંડા રોડ ઉપર સનસીટી-2 વિસ્તારમાં એક શખ્સ કાળા કલરનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ સાથે શંકાસ્પદ હીલચાલ એક શખ્સની છે.

આથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આ શખ્સને અટકાવી પુછપરછ કરતા હોન્ડાના કોઈ કાગળો તેની પાસે ન હોવાનું અને આ બાઈક ચોરાઉ હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે બાઈક કબ્જે કરી આરોપી મનોજ વાલજીભાઈ રાઠોડની અટકાયત કરી હતી. આ શખ્સ મોટકાંડા ગામે ઘોટ વિસ્તારમાં રહેતો હોવાનું અને મંજુરીકામ કરતો હોવાનું જાહેર થયું છે. આ કામગીરી પી.આઈ. એમ.એ.જલુની સુચનાથી પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા અને સ્ટાફે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...