તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:યૌન શોષણ મામલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના સંગઠન પ્રદેશ મંત્રી પહોંચ્યા, યુવતીઓને ન્યાય આપવા ઉગ્ર માંગણી કરી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલે પીડિતોને ન્યાય આપવા માંગ કરી
  • જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો તેમની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સુપરવાઈઝર દ્વારા મહિલા એટેન્ડન્ટનું શારીરિક શોષણ કરાયું હોવાના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. જાતીય સતામણી પ્રકરણ બાબતે આપના પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલે પીડિતોને ન્યાય આપવા ઉગ્ર માંગણી કરી છે.

આ મામલે યુવતીએ મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી તપાસ કમિટીએ ઊંઘની વ્યાખ્યા સમજાવી હોવાનું કહ્યું હતું જે મહિલા કર્મીઓને તપાસમાં સંતોષ થયો નથી તેવું પણ જણાવ્યું હતું. ભોગગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે. આજે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને પ્રદેશ મંત્રી અમને સપોર્ટ કરવા માટે આવ્યા છે અને આખી ઘટનાની વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરી છે.

આજ સવારથી જ અમદાવાદથી મહિલા વુમનની 3 સંસ્થાના સભ્યો જામનગર પહોંચ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમુર અને આમ આદમી પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં અટેનડેન્ટ મહિલા કર્મચારી મુલાકાત કરી અને આખી માહિતી મેળવી અને સમીક્ષા કરી હતી.

અજીત લોખીલે જણાવ્યું હતું કે, જામનગર જી.જી હોસ્પિટલ ખાતે છેલ્લા બે દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા અત્યાચાર અને શારીરિક શોષણ થઈ રહ્યું છે જેમાં આ મુદ્દાને અને બહેનોને પૂરેપૂરો ન્યાય મળે તે માટે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે આવી વિશ્વાસ અને સમર્થન દેવા માટે અત્યાચારમાં છેલ્લા ઘણા સમયથી આ રીતના ગુજરાતના તમામ હોસ્પિટલ અને કચેરીઓમાં કોન્ટ્રાકટબેઇઝ દ્વારા શારીરિક શોષણ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આજે જી.જી.હોસ્પિટલમાં મેળા કર્મીઓએ હિંમત કરી આ બહેનોને ન્યાય માટે આપણે રિસ્પોન્સલીટી છે. જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો તેમની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે હોસપીટલ થયેલા જાતીય સતામણી પ્રકરણમાં નિવેદન આપ્યું નથી તેવા પેશન્ટ શર્ટ એટેન્ડન્ટને કાલે સવારે 10:30 કલાકે ડીન સમક્ષ નિવેદન આપવા હાજર રહેવા તબીબી અધિક્ષકે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...