જામનગર શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ અવિરત ચાલુ જ રહ્યો છે, અને વ્યાજખોર ની ચુંંગાલમાં ફસાયેલા વધુ એક યુવાને આત્મહત્યાનું પગલું ભરતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં બચુનગર વિસ્તારમાં રહેતા ગફાર ગનીભાઈ ગજીયા નામના એક યુવાને ગુરૂવારે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને તાત્કાલિક અસરથી બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેની હાલત અત્યંત ગંભીર ગણાવાઇ રહી છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે અને તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે. જી.જી. હોસ્પિટલની તબીબો ની ટીમ દ્વારા ગફાર ગનીભાઈ ગજીયાને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન અકબર તાલબ ગાધ નામના એક વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ ગયા પછી ગફારભાઈ એ આત્મહત્યાનું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસ દ્વારા અકબર ગાધ નામના શખ્સને શોધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.