તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • A Youth From Sanosara In Lalpur Complained Of Using Abusive Language Against Youths From Different Communities And Their Occupations

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભદ્રભાષા:લાલપુરના સણોસરાના યુવકે વિવિધ સમાજના યુવકો અને તેમના વ્યવસા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ફરિયાદ

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયેદસરની કાર્યવાહી કરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામના શખ્સે સતવારા, સગર, આહીર, ગામેતી, સમાજના વેપાર કરતા યુવાનો વિષે અભદ્ર ભાષામાં વાતચીત કરી ધંધા વિશે અપ-શબ્દો બોલી વીડિયો વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી. સમાજમાં વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસે આ શખ્સની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામના કેતન રસીકલાલ અંબાસણા નામના સખ્સએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં આ સખ્સે સતવારા, સગર, આહીર, ગામેતી, સમાજના લોકોને બોલી ગાળો આપી, તેમને તેમનો પારંપરિક ધંધો સુથાર, લુહાર વિગેરે સમાજનો હોય તે છોડી ખેતી કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત અલગ અલગ ધર્મ અને જાતિ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કથન કરી વીડિયોમા પોતે બોલે છે કે “ ચોખો વીડિયો નાખુ છુ થાય તે મારૂ કરી લેજો” તેમ કહી ખરાબ શબ્દો બોલતો નજરે પડે છે.

આ બાબત પોલીસની ધ્યાનમાં આવતા પોલીસ હરકતમાં આવી હતી. આરોપીએ અમુક વર્ગના કોમના લોકો બીજા વર્ગ કે કોમના લોકો વિરૂદ્ધ કોઇ ગુન્હો કરી બેસે તેવા ઇરાદાથી ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરી વીડિયો બનાવી વાયરલ કરતા જ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી અને તેની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો