દુર્ઘટના:શહેરમાં બાથરૂમમાં પટકાતા યુવતિનું મોત, ચક્ષુદાન કરાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિ.પ્લોટનો બનાવ : સારવારમાં દમ તોડયો

જામનગરના દિગ્વિજય પ્લોટ-54 વિસ્તારમાં રહેતી એક યુવતિ પોતાના ઘરે બાથરૂમમાં પટકાઇ પડતા માથાના ભાગે ગંભીર ઇજા સાથે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં સારવારમાં તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતકના પરીવાર દ્વારા તેના ચક્ષુઓનુ જી.જી. હોસ્પિટલમાં દાન કરાયું હતું. જામનગરમાં દિગ્વિજય પ્લોટ-54 વિસ્તારમાં વ્રજ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતી આરતીબેન દિલીપભાઇ ભૂત (ઉ.વ. 24) નામની અપરિણિત યુવતિ ગત તા. 16ના રોજ બપોરે પોતાના ઘરે બાથરૂમમાં એકાએક પટકાઇ પડી હતી.જેને હેમરેજ સહિતની ઇજાઓ સાથે તાત્કાલિક સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.જયાં તેનુ બે દિવસની સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની મૃતકના બહેન રીમાબેન દિલીપભાઇ ભુતએ જાણ કરતા સીટી એ પોલીસ ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જે દરમિયાન મૃતક યુવતિના ચક્ષુઓનુ તેના પરીવારજનો દ્વારા જી.જી. હોસ્પીટલ ખાતેની આઇ બેન્કમાં દાન કરવામાં આવ્યુ છે.પરીવારની ઉમદા પહેલના કારણે નેત્રહિન વ્યકિતના જીવનમાં પણ પ્રકાશ પથરાશે.

અન્ય સમાચારો પણ છે...