કાર્યવાહી:નાની રાફુદળમાં તરૂણીએ આયખું ટૂંકાવ્યું આપઘાતની દુષ્પ્રેરણાનો એક સામે ગુનો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક શખસે હેરાન પરેશાન કરી ધમકી આપ્યાની ફરીયાદ,આરોપીની અટકાયત

લાલપુર નજીક નાની રાફુદળ પંથકમાં રહેતા એક પરીવારની તરૂણ વયની પુત્રીએ ગળાફાંસો ખાઇ આયખુ ટુંકાવી લીઘુ હતુ જે પ્રકરણમાં ઘનિષ્ઠ તપાસના અંતે ભોગગ્રસ્તના પિતાની ફરીયાદના આધારે પોલીસે તેણીને આપઘાતની દુષ્પ્રેરણા આપવા મામલે એક સ્થાનિક શખસ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે રહેતા જેન્તીભાઇ મનસુખભાઇ સોનગરાની તરૂણ વયની પુત્રી રીધ્ધીબેને ગત તા.28|7ના ઘરે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હતુ.જે બનાવના પગલે સમગ્ર પરીવાર સ્તબ્ધ બની ગયો હતો.જેની જાણ થતા લાલપુર પોલીસે ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

જે પ્રકરણની તપાસ દરમિયાન પોલીસને મૃતકની એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં ગામના જયસુખ કારાભાઇ સોનગરાના ત્રાસનો ઉલ્લેખ લખાયેલો જોવા મળ્યો હતો. જે પ્રકરણની તપાસમાં લાલપુર પોલીસે મૃતકના પિતા જેન્તીભાઇ સોનગરાની ફરીયાદ પરથી જયસુખ સોનગરા સામે આપઘાતની દુષ્પ્રેરણા અને ધમકી આપવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જે ફરીયાદમાં તેણીને આરોપી હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય જેથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર કરાયુ છે. જે ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે આરોપીની અટકાયત કરી પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...