• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Young Man Working As A Painter Working In Every GIDC Fresh 3 Factory In Jamnagar Died After Being Trapped In An Elevator. The Whole Incident Was Captured On CCTV.

લિફ્ટમાં મોત:જામનગરના દરેડ જીઆઇડીસી ફેઝ 3ના કારખાનામાં કલર કામ કરી રહેલો યુવક લિફ્ટમાં ફસાઈ જતા થયુ મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

જામનગર24 દિવસ પહેલા
  • લિફ્ટમાં કલરકામ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જતા કારિગર લિફ્ટમાં ફસાઈ ગયો હતો
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી

જામનગરના દરેડ વિસ્તારમાં એક યુવક લિફ્ટમાં કલરકામ કરી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જતા યુવક લિફ્ટ ફસાઈ જતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

લિફ્ટમાં ફસાતા યુવકનું ઘટનાસ્થળે મોતજામનગરમાં K.V.S ઇન્ડસ્ટ્રીઝ શેડ નંબર 34/27ના કારખાનામાં આજે રવિવારે શબ્બીર હુસેનભાઈ સમા નામનો કારિગર લિફ્ટમાં કલર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જાત કારિગર લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...