આત્મહત્યા:જામનગર શહેરમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રેમિકાના ​​​​​​​પરિવારજનોને પ્રેમ સંબંધ પસંદ ન હોવાથી ઝેર પીધું : પોલીસની તપાસ શરૂ

જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય એક યુવાને પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા આર્યન દેવજીભાઈ પરમાર નામના 22 વર્ષના યુવાને ગત 25મી જુલાઈના રોજ પોતાની પ્રેમિકાના ઘર પાસે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.માં દાખલ કરાયો હતો. જ્યાં સારવારમાં તેનું મૃત્યુ િનપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના પિતા દેવજીભાઈ ભીમાભાઇ પરમાર એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ના પિતા દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તે પ્રેમ સંબંધ ફાલ્ગુનીના પરિવારજનોને પસંદના હોવાથી આર્યનને મનમાં લાગી આવ્યું હતું અને તેણે ગત 25મી જુલાઇના રોજ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...