તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધ્રોલ નજીક કાર ઝાડ સાથે અથડાતા ખંભાળિયાના ચાલક યુવાનનું મોત

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટથી ખંભાળિયા આવતા માર્ગમાં નડયો જીવલેણ અકસ્માત, પરિવારમાં શોક

ધ્રોલ નજીક જામનગર-રાજકોટ હાઇવે પર જાયવા પાટીયા પાસે મોડી રાત્રે એક કાર બેકાબુ બનીને રોડ પરથી ઉતરી ઝાડ સાથે ટકરાઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક ખંભાળિયાના યુવાનને ગંભીર ઇજા થતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.ચાલક રાજકોટથી ખંભાળિયા આવી રહયો હતો ત્યારે માર્ગમાં આ અકસ્માત નડયો હોવાનુ બહાર આવ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયામાં પોરબંદર રોડ પર વરીયા પ્રજાપતિ જ્ઞાતીની વાડી પાસે રહેતા સંજયભાઇ જેરામભાઇ ટાકોદરા નામનો યુવાન ખંભાળિયાથી કાર લઇ રાજકોટ ગયો હતો જયાં કામ પતાવી પરત ખંભાળિયા તરફ આવી રહ્યો હતો જે વેળાએ આ કાર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે હાઇવે પર પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માતે કાર રોડ પર ઉતરી ઝાડ સાથે ટકરાઇ હતી જે અકસ્માતમાં ચાલક સંજયભાઇ ટાંકોદરા(ઉ.વ.35)ને શરીરે ગંભીર ઇજાઓ થતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની જાણ થતા ધ્રોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ અંગે અકસ્માતનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...