મારામારીનો બનાવ હત્યામાં પલટાયો:ધુંવાવ ગામમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હુમલો કરનાર શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જામનગર નજીક ધુંવાવ ગામમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી એક પાડોશીએ કરેલા હુમલામાં પેટના ભાગે ઈજા થવાના કારણે તેમજ ફેફસામાં ગંભીર ઇજા થવાથી અન્ય પાડોશી યુવાનું મૃત્યુ નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા કિશોરભાઈ બાબુભાઈ આડેસરા નામના 45 વર્ષના યુવાનને ગત 3.6.2022 ના સવારે દસેક વાગ્યાના અરસામાં તેના પાડોશમાં જ રહેતા હેમેન્દ્ર ઉર્ફે હેમત મહારાજ ડાયાલાલ સિયાણી સાથે બોલાચાલી થઈ હતી. જે સામાન્ય બોલાચાલીમાં બંને વચ્ચે વધુ ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા હેમેન્દ્રભાઈ મહારાજે કિશોર આડેસરા પર હુમલો કર્યો હતો, અને છાતીના ભાગે ઢીકાપાટુ ના માર માર્યા હતા, તેમજ પેટમાં અને ફેફસાના ઇજા પહોંચાડી હતી. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.જ્યાં એક દિવસની સારવાર પછી ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવ પછી મૃતક કિશોરના નાના ભાઈ ગોવિંદભાઈ બાબુભાઈ આડેસરા એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને કિશોરભાઈ આડેસર ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે હુમલાખોર હેમેન્દ્રભાઈ ઉર્ફે હેમત મહારાજ સિયાણી સામે હત્યાની કલમ 302 મુજબનો ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...