તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:રામેશ્વરનગરમાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 3 અલગ બનાવથી પોલીસ મુંઝવણમાં

જામનગર શહેરના રામેશ્વરનગરમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો થતાં પોલીસ દોડી ગઈ હતી. વિચિત્ર કહી શકાય એવી માથાકૂટમાં રામેશ્વરનગરમાં થયેલી માથાકૂટ પૂર્વે અને પછી બે માથાકૂટો થઈ હતી.જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતાં મારામારી થઈ હતી જે બાદ રામેશ્વરનગરમાં રહેતા શખસો પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્યાં અચાનક બળદેવસિંહ ઉર્ફે લાલો જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ, આદિત્ય બારોટ, છત્રપાલસિંહ જાડેજા તથા અજાણ્યા શખસો ત્યાં ધોકા, છરી, રબ્બરની પટીઓ વગેરે હથિયારો સાથે ધસી આવી મયુરસિંહ તથા યોગરાજસિંહ સહિતના લોકોને માર માર્યો હતો.

જેમાં યોગરાજસિંહને છરી વડે ગંભીર ઈજા પહોંચાડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બંને પક્ષો સામસામા થઈ જતાં ફરી માથાકૂટ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મયુરસિંહની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તમામ શખસોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો