તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શહેરમાં નદીના પટમાં પિસ્તોલ લઇને રખડતો યુવાન ઝડપાઇ ગયો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ બાતમીના આધારે પિસ્તોલ-કાર્ટીસ સાથે ઝબ્બે કર્યો

જામનગર શહેરના વિક્ટોરિયા પુલ નદીના પટમાંથી 1 શખસને ગેરકાયદેસર હથિયાર તથા 2 કાર્ટીસ સાથે એસઓજીએ પકડી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના વિક્ટોરિયા પુલ નીચે એક શખસ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મયુદ્દીન સૈયદ, દોલતસિંહ જાડેજા અને રમેશ ચાવડાને મળતા તેમણે વોચ રાખી વિક્ટોરિયા પુલ નીચે નદીના પટમાંથી રહીશ ઉર્ફે રહીલો સલીમભાઈ ખુરેશી (ઉ.વ.27) ધંધો ડ્રાઈવીંગને દેશી બનાવટની પિસ્તોલ રૂા.30 હજારની કિંમતની સાથે બે કાર્ટીસ રૂા.200ની કિંમતની સાથે પકડી પાડી આ હથિયાર ક્યાથી મેળવ્યું છે તે અંગેની તપાસમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...