અકસ્માત:જામનગરના બેડેશ્વર સાંઢિયા પુલ પાસે કારે ઠોકર મારતા બાઈક સવાર યુવાનનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત નિપજાવી નાસી છૂટેલા કારચાલકની સામે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ

જામનગરમાં બેડેશ્વર સાંઢીયા પુલ પાસે પૂર ઝડપી દોડતી કારે મોટરસાયકલને ઠોકર મારતા એક યુવાનનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્યને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત નિપજાવી નાસી છુટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઢીયા પુલ નજીક સવા નવેક વાગ્યા આસપાસ કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરઝડપે દોડતી જીજે-10 7869 નંબરની કાર એક મોટરસાયકલને ઓવરટેક કરી રહી હતી ત્યારે કારના ચાલકે મોટરસાયકલને ઠોકર મારી દઇ અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયેલા જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.18) (રહે. મચ્છરનગર) અને તેના મિત્ર જયપાલસિંહને ડાબા ખભાથી નીચે હૃદય નજીકના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પૂર્વે જ જયપાલસિંહનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...