દુર્ઘટના:જાંબુડા-સચાણા રોડ પર ધસમસતા ટ્રકે નાઘેડીના બાઈકસવાર યુવકને કચડી નાખ્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જોડિયા તરફ જતાં ડબલ સવારી બાઈકને માર્ગમાં નડ્યો જીવલેણ અકસ્માત
  • ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાયો, મૃતક યુવાનના પરિવારમાં ઘેરો શોક

જાંબુડા-સચાણા રોડ પર પસાર થતા ડબલસવારી બાઇકને ટ્રકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મૃત્યુ નિપજયુ હતુ.નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતો જયેશભાઇ મનસુખભાઇ પરમાર (ઉ.વ. 28) નામનો યુવાન તથા તેના મિત્ર નસીમભાઇ બંને બાઇક પર જાંબુડાથી જોડીયા તરફ જતા રોડ પર બાઇક પર પસાર થઇ રહયા હતા જે વેળાએ વોટર પાર્ક નજીક રોડ પર પુરપાટ દોડતા ટ્રક ચાલકે ડબલસવારી બાઇકને ઠોકરે ચડાવ્યા હતા.

જે અકસ્માતમાં બાઇકસવાર જયશેભાઇ પાછલા વ્હીલ હેઠળ કચડાઇ જતા ગંભીર ઇજા પહોચી હતી અને તેનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. આ અંગે મૃતકના ભાઇ કલ્પેશભાઇની ફરીયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...