અનોખી આસ્થા:સનાતન ધર્મના પ્રચાર અર્થે સાયકલ પર ચારધામની યાત્રાએ નીકળેલો યુવક જામનગર આવી પહોંચ્યો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઠેર-ઠેર સ્વાગત કરાયું, 8 હજાર કિલોમીટરની યાત્રા ત્રણ મહિનામાં પૂર્ણ કરશે

સનાતન ધર્મના પ્રચાર અર્થે સાયકલ પર ચારધામની યાત્રાએ નીકળેલો યુવક શુક્રવારે જામનગર પહોંચ્યો હતો. આ યુવકનું શહેરમાં સ્વાગત કરાયું હતું. 8 હજાર કીમીની યાત્રા તે ત્રણ મહિનામાં પૂર્ણ કરશે. સનાતન ધર્મના પ્રચાર માટે સોમેશ પવાર નામના યુવકે સાયકલ પર ભારતના ચારધામની યાત્રાએ નીકળ્યો છે.

ઉતરાખંડમાં આવેલા બદ્રીનાથથી 1 ઓકટોબરના રોજ તેણે આ યાત્રા શરૂ કરી છે. તે બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ, રામેશ્વરમ, કન્યાકુમારી સુધીની 8 હજાર કીમીની સાયકલ યાત્રા પૂર્ણ કરી બે દિવસ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહોંચ્યો હતો. ત્યાંથી ગુરૂવારે રાત્રિના નીકળીને શુક્રવારે જામનગર આવ્યો હતો. શહેરમાં યુવાનનું ફૂલ આપીને સ્વાગત કરાયું હતું. સોમેશ ચાર ધામની આઠ હજાર કીમીની યાત્રા ત્રણ મહિનામાં પૂર્ણ કરશે અને યાત્રા દરમ્યાન સનાતન ધર્મની વ્યાપ વધારવા પ્રચાર કરશે.

ગુજરાતમાં આવકારથી ભારે પ્રભાવિત થયાનું તેણે જણાવ્યું હતું. સોમેશ એક મહિના પહેલા ચારધામની સાયકલ યાત્રા પર નિકળ્યો છે, આ દરમિયાન તેમણે અત્યાર સુધીમાં આઠ કીમીની સાયકલ યાત્રા પૂર્ણ કરી લીધી છે, યાત્રા દરમિયાન વિવિધ શહેરો અને ગામોમાં તેનું સ્વાગત કરી તેમના ધ્યેયને બિરદાવવામાં આવી રહયો છે, જામનગરમાં પણ તેનું અદ્દકેરૂ સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...