યુવાને જીવન ટૂંકાવ્યું:જામનગરના રીંજપર ગામે રહેતા યુવાનનું સગપણ ન થતા આત્મહત્યા કરી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગર જિલ્લામાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેની વિગત મુજબ લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા વજસીભાઈ ઉકાભાઇ બેલા નામના 35 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. દારૂ પીવાની ટેવ ધરાવતા આ યુવાનનું સગપણ ન થતા ગુમસૂમ રહેતો હતો. જેને લઈને આપઘાત કર્યો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે.
​​​​​​​ગામમાં શોકનો માહોલ
આ બનાવની જાણ મૃતકના ભાઈ ખીમાભાઈએ લાલપુર પોલીસને કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક દારૂ પિવાની ટેવ ધરાવતો હતો અને તેની સગાઈ થતી ન હોવાથી તે સતત ગુમસુમ રહેતો હતો. આ બાબતને લઈને યુવાને આપઘાત કરી લીધો હોવાનું તેના ભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. આ બનાવના પગલે ગામમાં શોક ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...