તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • A Young Man Living In Ramnagar Of Dhootarpar Village Was Seriously Injured When A Buffalo Hit His Horn While He Was Going To Graze, And Died On The Way To Hospital For Treatment.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસ બની કાળ:ધૂતારપર ગામના રામનગરમાં રહેતા યુવાનને ઘાસચારો નાખવા જતા ભેંસે શિંગડું મારતા ગંભીર ઈજાઓ પહોંચી, સારવાર માટે હોસ્પિટલ જતાં મોત થયુ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેંસ શિંગડું મારતા માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ
 • સારવાર માટે હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે મૃત જાહેર કર્યા

જામનગર તાલુકાના ધુતારપર ગામના રામનગરમાં રહેતા એક યુવાન ઘાસચારો નાખવો જતા હતા. ત્યારે ભેંસએ શિંગડું મારતા દીવાલ સાથે માથુ અથડાતા ગંભીર ઇજા થઇ હતી. ત્યારે યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું.

ભેંસએ શિંગડું મારતા ખીમજી પટેલ દીવાલ સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી

જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલ જામનગર ખાતે રહેતા ખીમજી પટેલ ઉ.45 વર્ષના રોજ પોતાના ઘરેથી ભેંસને ઘાસચારો નાખવા જતા હતા. જેમાં ભેંસએ શિંગડું મારતા ખીમજી પટેલ દીવાલ સાથે અથડાતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત થતા ખીમજી પટેલને કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તપાસીને મરણ થયુ હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવની જાણ રામનગરમાં રહેતા મૃતકના ભાઇ પ્રવિણ માધાણીને થતા પોલીસ ફરિયાદ કરાઇ હતી. જેમાં પોલીસ દ્વારા આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો