તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત:જામનગર નજીક બેડની નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રો સાથે ન્હાવા પડ્યા બાદ બન્યો બનાવ

જામનગર ના બેડ ગામ ની નદી માં મિત્રો સાથે નહાવા ગયેલ જામનગરના એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરૃણ મૃત્યુ નિપજયા હતા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગર ની સાધના કોલોની આવાસ ખાતે રહેતા સુનીલ કિશન ભાઇ આશિયાણી ઉંમર વર્ષ 33 નામનો યુવાન તેમના મિત્ર સાથે જામનગર નજીક આવેલી બેડ ગામ ની નદી એ ન્હાવા માટે ગયા હતા દરમ્યાનમાં નદીમાં ન્હાતી વેળાએ સુનિલભાઈનું ડૂબી જવા થી મૃત્યુ નીપજયું હતું.

આ બનાવની જાણ થતાં સાધનાકોલોની આવાસ ખાતે રહેતા કિશનભાઇ સુંદરદાસ દ્વારા સિક્કા પોલીસમાં જાણ કરવામાં આવી હતી નદીમાં યુવાન ડૂબી ગયા નો મેસેજ મળતા જામનગરની ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી ને સિક્કા પોલીસને જાણ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી યુવાનના મૃત્યુ થી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...