અકસ્માત:ભોજાબેડી પાસે ટ્રેકટર પલટી મારી જતા યુવાનનુ મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાચા માર્ગ પર સર્જાયેલો જીવલેણ અકસ્માત

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામની સીમમાં ખાણના કાચા માર્ગ પર ટ્રેકટર લઇ જઇ રહેલા એક યુવાનનું ટ્રેકટર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.ભોગગ્રસ્ત ખાણમાં પાવડર(ડટ)કાઢવા જઇ રહયો હતો ત્યારે આ અકસ્માત નડયો હોવાનુ જાહેર થયુ છે.

જામજોધપુર તાલુકાના ભોજા બેડી ગામે બબીયારા સીમમાં રહેતા પાંચાભાઇ ગોગનભાઇ હુણ (ઉ.વ. 21) નામનો યુવાન ગત તા. 15ના રોજ સવારે પોતાનુ ટ્રેકટર લઇને ખાણમાં પાવડર (ડટ) કાઢવા માટે ગયો હતો જે દરમિયાન બબીયારા સીમની ખાણના કાચા માર્ગ પર પસાર થતુ ટ્રેકટર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં તેઓ ટ્રેકટરની ટ્રોલી નીચે દબાઇ ગયા હતા.

જે અકસ્માતમાં ગંભીર ઇજા થતા તેનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના પિતા ગોગનભાઇ બધાભાઇ હુણએ જાણ કરતા શેઠ વડાળા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં નવયુવાનનો ભોગ લેવાતા પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...