દુર્ઘટના:ટ્રકમાં તાલપત્રી બાંધતા વીજ લાઈનને અડી જતાં યુવકનું મોત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલિયા સિંહણના યુવાને જીવ ગૂમાવ્યો

જોડીયા નજીક સીમ વિસ્તારમાં ટ્રકની કેબિન પર ચડી તાલપત્રી બાંધી નીચે ઉતરી રહેલા વડાલીયા સિંહણના યુવાનનુ અકસ્માતે વિજલાઇનને અડી જતા પ્રચંડ વિજશોક લાગતા મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા તાલુકાના વડાલીયા સિહણ ગામે રહેતા અજયભાઇ અરશીભાઇ ચાવડા (ઉ.વ. 21) નામનો યુવાન ટ્રકમાં માલસામાન ભરી જોડીયા પંથકમાં આવ્યો હતો.જે ટ્રકની કેબિન પર ચડી તાલપત્રી બાંધી નીચે ઉતરી રહયો હતો.

અકસ્માતે તેનુ માથુ વિજલાઇનને અડકી જતા જોરદાર વિજઆંચકો લાગ્યો હતો.જેમાં તેનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની હરેન્દ્રભાઇ હરજીભાઇ નકુમે જાણ કરતા જોડીયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના આ બનાવમાં યુવાનનો ભોગ લેવાતા સંબંધિત વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે મૃતકના પરિવારમાં પણ ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...