તપાસ:શરૂ સેકશન રોડ પર ત્રીજા માળેથી પટકાઈ યુવાનનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ગેરેજમાં કામ કરતા યુવાનનું અકસ્માતે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાઈ પડતાં કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને ગેરેજ માં કામ કરતા મહાવીરસિંહ ભુપતસિંહ જાડેજા નામના 24 વર્ષના યુવાનનું એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા ભુપતસિંહ લાલુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...