યુવાનનું મોત:જાંબુડા પાસે અજાણ્યા ટ્રક હડફેટે યુવાનનું મોત થયું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાંબુડા પાસે અજાણ્યા ટ્રક હડફેટે યુવાનનું મોત થયું

જામનગર-જોડિયા હાઈવે પર જાંબુડા ગામ નજીક મંગળવારે સવારે ડબલ સવારી બાઈકને એક અજાણ્યા ટ્રકે હડફેટે લેતા શહેરના એક યુવાનને ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ થયું છે. જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

જામનગરના ગોકુલનગરમાં આવેલી સાયોના શેરીમાં રહેતા કિશન રઘુભાઈ બાબરીયા અને તેમના મિત્ર દિલીપ કાનાભાઈ સિહોરા મંગળવારે સવારે જીજે-10-ડીએમ 269 નંબરની મોટરસાયકલમાં જોડિયાના ખીરી ગામેથી પરત આવતા હતા ત્યારે જાંબુડા ગામ પાસે પુરઝડપે આવતા અજાણ્યા ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કિશનભાઈ (ઉ.વ.21) અને દિલીપભાઈને ગંભીર ઈજા થવા પામી હતી. જેમાં કિશનભાઈનું મૃત્યુ થયું હતું.

જ્યારે દિલીપભાઈને જામનગરથી અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે કિશનભાઈના પિતા રઘુભાઈ વસરામભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...