સમસ્યા:દિગ્જામ પાસે યુવાનના ગળામાં પતંગની દોરી વિંટાઇ જતાં મોત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સસોઇપીપળી ગામે મોટરસાઇકલ સ્લિપ થતાં વૃદ્ધનું મોત

જામનગર શહેરમાં દિગ્જામ આેવરબ્રિજ પર મોટરસાયકલ લઇને જઇ રહેલા યુવાનના ગળાપર અચાનક પતંગનો દોરો વીટાઇ જતાં ગળુ કપાઇ જતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યેા હતો. જયાં તબીબે તેને મૃત પામેલો ઘોષિત જાહેર કર્યો હતો તથા અન્ય બનાવમાં ખરખરાના કામે જઇ રહેલા વૃધ્ધનું મોટરસાયકલ સ્લીપ થતાં તેનું મૃત્યુ નિપજયું હતું.

શહેરના એરફોર્સ રોડ ઇન્દીરા કોલોની શેરી નં. 1માં રહેતા ભનજીભાઇ જેઠાભાઇ પરમાર (ઉ.વ.45) પેાતાનું મોટરસાયકલ લઇ દિગ્જામ ઓવરબ્રીજ પરથી પસાર થતાં હતા ત્યારે અચાનક તેના ગળામાં પતંગનો દોરો વીટાઇ જતાં ગળુ કપાવાથી તેને ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યેા હતો.જયાં સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નિપજયુ હતંુ. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં જામનગર તાલુકાના ચેલા ગામે રહેતા ભીમજીભાઇ લાલજીભાઇ કણઝારીયા (ઉ.વ.63) નામના વૃધ્ધ પોતાનું મોટરસાયકલ લઇ ચેલા ગામથી મચ્છુ બેરાજા ગામે ખરખરાના કામે જતાં હતા ત્યારે સસોઇ પીપળી ગામે મોટરસાયકલ સ્લીપ થઇ જતાં તેમને માથાના ભાગે તથા શરીરમાં નાની-મોટી ઇજાઓ પહોચી હતી જેને હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...