તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજોડે આપઘાત:દ્વારકાના શિવરાજપુર પાસે ટ્રેન હેઠલ ઝંપલાવી યુવક-યુવતીએ આત્મહત્યા કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને મૃતકોના ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી

દ્વારકા તાલુકાના શિવરાજપુર અને મોજપ ગામ વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ઓખા હાવડા ટ્રેન હેઠળ ઝંપલાવી યુવક અને યુવતીએ કોઈ કારણોસર આત્મહત્યા કર્યાની જાણ દ્વારકા પોલીસ અને રેલવે પોલીસ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

આ બનાવની જાણવા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર અને મોજપ ગામ વચ્ચેના રેલવે ટ્રેક પરથી ઓખા હાવડા ટ્રેન પસાર થતી હતી તે દરમિયાન ટ્રેન હેઠળ એક યુવક અને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બંને ના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

દ્વારકા પોલીસ અને રેલવે પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો ત્યારબાદ પોલીસ સ્થળ પર બંનેના મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે અને મૃતક બોડીને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...