• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Young Lover Living In Jamnagar Was Denied Marriage By His Girlfriend's Family, The Young Man Consumed Poison And Cut His Life Short.

પ્રેમસંબંધનો કરુણ અંત:જામનગરમાં રહેતા પ્રેમી યુવાનને પ્રેમિકાના પરિવારજનોએ લગ્નની ના પાડી, યુવકને લાગી આવતા  ઝેરી દવા પી લઈ જિંદગી ટૂંકાવી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવાનના પરિવાર પર આભ ફાટ્યું

જામનગરમાં પ્રેમની વાદી પર વધુ એક યુવાને પોતાનું બલિદાન આપ્યું છે. પ્રેમને સંસારનું રૂપ આપવામાં પ્રેમિકાના પરિજનો બાધારૂપ બનતા એક યુવાને જીવતરનો અંત આણ્યો છે. જેની સાથે પ્રેમ હતો તે યુવતીના પરિવારજનોએ તેણીના લગ્ન ન ઇચ્છતા યુવાનનો પ્રેમભગ્ન થયો, પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહીં થઈ શકે એમ લાગતા યુવાને ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

યુવતીના પરિવારજનોને પ્રેમસંબંધ મંજૂર ન હતો
આ જન્મે એકબીજા સાથે જ રહેવાના કોલ આપી સાચો પ્રેમ કરનાર અનેક પ્રેમી પંખીડાઓનો આ સંસારનો પ્રેમ અધુરો રહી જતો હોય છે ત્યારે પ્રેમમાં નિષ્ફળ યુગલ કોઈ અનિચ્છનીય પગલું ફરતું હોય છે આવા અનેક ઉદાહરણ ભૂતકાળમાં બની ચૂક્યા છે ત્યારે વધુ એક દાખલો જામનગરથી સામે આવ્યો છે. શહેરના હર્ષદની ચાલી પાસે કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા દેવજીભાઈ પરમારના 22 વર્ષીય યુવાન પુત્ર આર્યનને એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવાન આર્યન આ પ્રેમને સંસારનું રૂપ આપવા માગતો હતો પરંતુ, યુવતીના પરિવારજનો આર્યનની સાથે પોતાની દીકરીને પરણાવવા માગતા ન હતા. આર્યનનો પ્રેમ સંબધ યુવતીના પરિવારજનોને પસંદ ન હતો.

ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી
જેના કારણે પોતે પોતાના હાથે આર્યને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ હતું. આ બનાવના પગલે યુવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પુત્રના મૃત્યુના પગલે દેવજીભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેને લઇને સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...