આપઘાત:શહેરમાં ભારતવાસ વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાનનો જંતુનાશક દવા પી જઈ આપઘાત

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોઇ કામ કરતો ન હાેય જમવા બાબતે માતાએ ઠપકો આપતા ભરેલું અંતિમ પગલું

જામનગરમાં ભારતવાસ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાને પોતાના ઘેર ઝેરી ટીકડા ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. કામકાજ કરવા બાબતે તેમજ જમવા બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાસ બ્રિજ નજીક ભારત વાસ શેરી નંબર 7 માં રહેતા પ્રવીણ કેશુભાઈ પરમાર નામના 35 વર્ષના યુવાને શુક્રવારે પોતાના ઘેર કીટનાશક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ જેન્તીભાઈ કેશુભાઈ પરમાર એ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેમજ કામ કરી શકતો ન હોવાના કારણે અને જમવા બાબતે તેની માતાએ ઠપકો આપ્યો હતો. જે ઠપકો સહન નહીં થતા મનમાં લાગી આવવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...