દુર્ઘટના:જાબીડામાં જીવંત વીજ વાયરને અડી જતાં શ્રમિક યુવાનનું મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમપીના શ્રમિક યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક

જામનગર જિલ્લાના જાબીડા ગામે સીમ વિસ્તારમાં વાડીએ જંગલી જનાવરોથી પાકને રક્ષણ આપવા જીવંત વીજ વાયર મૂકી આડસ બનાવનાર શ્રમિક જ તે તારને સ્પર્શી જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકથી 18 કિમી દુર આવેલ જાબીડા ગામની સીમ વિસ્તારમાં દશરથસિંહ સતુભા જાડેજાની વાડીએ ખેત મજુરી કરતા સુરેશભાઇ સુનજીભાઇ બામણીયા (ઉ.વ.21)ને સોમવારે ભાગમા રાખેલ વાડીમા આવેલ શેઢા પાસે જાનવરો નુકસાન ન કરેલ તે માટે ઇલેકટ્રીક જાટકા શોટ રાખેલ હોય જે શોટના વાયર આવેલ હોય ત્યા પગ મુકતા શોટ લાગયો હતો અને તેને છાતીના ભાગે તથા બન્ને પગમા પંચર થઇ જતા તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. આ બનાવના પગલે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના શ્રમિક પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...