દુર્ઘટના:મોટા લખીયા ગામમાં ખેડૂત યુવકનું વીજ આંચકાથી મોત

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને સારવારમાં દમ તોડ્યો, અરેરાટી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ખેડૂત યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગ્યો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતો અને ખેતી કામ કરતો ઉકાભાઇ રામાભાઇ આંબલીયા નામનો 35 વર્ષનો ખેડૂત યુવાન ગઇકાલે પોતાના ઘરમાં ઈલેક્ટ્રીક વાયરીંગમાં રીપેરીંગ કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને એકાએક વીજ આંચકો લાગી ગયો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે તાત્કાલીક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના સંબંધી ગોગનભાઈ રાયદે ભાઈ આંબલિયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...