તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:શેખપાટ પાસે ટ્રેકટરની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે દમ તોડ્યો

શેખપાટ નજીક ટ્રેકટરની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.શેખપાટ ગામથી જામનગર તરફના રસ્તા તરફ કાનાભાઇ કણઝારિયાની વાડી સામે ગઇકાલે બપોરે એકાદ વાગ્યે પૂરઝડપે દોડતા જીજે-10-એડી-916 નંબરના ટ્રેકટરે જીજે-10-એબી-3178 નંબરના મોટરસાઇકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.

આ અકસ્માતમાં શેખપાટ ગામે રહેતાં બાઇકચાલક ભરતભાઇ ચનાભાઇ શિરોયા (ઉ.વ.40) નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. અકસ્માત નિપજાવી ટ્રેકટરચાલક નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં પંચકોશી એ ડિવિઝન પોલીસ દફતરના પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...