જામનગરમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા તા.12ના પ્લાસ્ટિક ફ્રી અને ગ્રીન જામનગર અભિયાન અંતર્ગત ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ રાજીવનગર જામનગરમાં ઇકો-બ્રિકસ વર્કશોપ યોજાયો હતો. ઇકો-બ્રિકસ વર્કશોપ કાર્યક્રમમાં ખીજડીયા પક્ષી અભ્યારણના રેન્જ ફોરેસ્ટ ઓફીસર દક્ષાબેન તથા નયનાબેન શાહ, પુજાબેન મુન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કાજલ પંડ્યાએ કર્યુ હતું. પ્લાસ્ટિકના પોલ્યુસનને નાથવા માટે સંસ્થાના હિતેશ તેમજ કાજલ દ્વારા કરવામાં આવેલ પ્રયાસને આરએફઓ દક્ષાબેન દ્વારા બિરદાવવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિક ફ્રી અને ગ્રીન જામનગર અભિયાન માટે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને બિરદાવી હતી. નયનાબેન અને પુજાબેને પણ ઇકો-બ્રિકસના પ્રચાર-પ્રસાર માટેની કામગીરીને બિરદાવી હતી.
ઇકો-બ્રિકસ વર્કશોપમાં કુલ 64 બાળકોએ લાભ લીધેલ હતો. જેમાં ઇકો-બ્રિકસ એટલે શું, ઇકો-બ્રિકસ નું મહત્વ શું છે ? અને ઇકો-બ્રિકસ કેમ બનાવાય તે વિષે વિગતવાર માહિતી અને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા ડેમો આપી ઇકો-બ્રિકસ વિષે માહિતી આપેલ હતી. ઇકો-બ્રિકસ કલેક્શન અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2021 વિષે સમજણ આપી હતી.
આ અંતર્ગત કાયદાઓનું પાલન નથી થઇ રહ્યું તે વિષે તજજ્ઞ હિતેશ પંડ્યા અને કાજલ પંડ્યા એ જાણકારી આપેલ હતી. 64 બાળકોએ 102 ઇકો-બ્રિકસ આ તકે તૈયાર કરી હતી અને પ્લાસ્ટિક પ્રદુષણ ન થાય તે માટે દરેક બાળકોએ મલ્ટી લેયર પ્લાસ્ટિક માટે અલગ ડસ્ટબિન રાખવાનો નિર્ધાર કર્યા હતાં એટલું જ નહી પણ દર મહીને ઇકો-બ્રિકસ બનાવી જમા કરશે તેવી ખાતરી આપી હતી.
વર્કશોપમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર દક્ષાબેને ઇકો-બ્રિકસ બનાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના હિતેશ પંડ્યા, કાજલ પંડ્યા, વોલીયન્ટર હર્ષ પટેલ, શિક્ષક ગણ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.