તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભલસાણ બેરાજામાં સર્પદંશથી શ્રમિકનું મોત નિપજ્યું

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજાની સીમમાં રહેતા અને ખેત મજુરી કામ કરતા શ્રમિક યુવાનને ખેતરમાં કામ કરતી વેળાએ ઝેરી સાપે દંશ દેતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.બનાવના પગલે ખેતમજુર પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા જુવાનસિંહ માલસીંહ ભીલાલા (ઉ.વ.26) નામનો શ્રમિક યુવક ગત તા.29/8ના રોજ બપોરે ખેતરમાં કામ કરી રહયો હતો જે વેળાએ તેને ડાબા પગમાં ઝેરી સાપે દંશ દેતા તુરંત જ તેને બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયો હતો.

જયા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતક શ્રમિક યુવાનના ભાઇ વિજયભાઇ માલસિંહ ભીલાલાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે મૃતકના ભાઇનુ નિવેદન નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...