તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરુષાર્થ:છેલ્લાં 24 વર્ષથી ઘરે ઘરે ફરીને અખબાર વિતરણનું કરતી જામનગરની મહિલા કર્મવીર

જામનગર2 મહિનો પહેલાલેખક: વિજય હરિયાણી
 • કૉપી લિંક
રેહાના હારૂનભાઈ કુરેશીની તસવીર - Divya Bhaskar
રેહાના હારૂનભાઈ કુરેશીની તસવીર
 • જામનગરમાં અખબારોનું વિતરણ કરતાં અપરિણીત રેહાના સવારે ન્યૂઝ પેપરનું વિતરણ કર્યાં પછી બ્રાસપાર્ટના કારખાનામાં પણ નોકરી કરે છે.

જામનગરના મધ્યમવર્ગીય પરિવારની પુત્રી રેહાના હારૂનભાઈ કુરેશીએ પરિવારને મદદરૂપ થવાની સાથે સાથે પોતાનો સાઈકલ શોખ પણ સંતોષાય એ માટે 24 વર્ષ પહેલા ઘરે ઘરે ફરીને અખબાર વિતરણ કરવાનું શરૂ કર્યું ત્યારે અખબાર વિતરણની દુનિયામાં પુરુષોની મોનોપોલી એકદમ સજ્જડ હતી. આથી લાગતાવળગતાએ તેને સમજાવવાની કોશિશ પણ કરી કે, 'છોકરીને છાજે એવું કામ કરાય. આ કામ તું ન કરી શકે.' પણ, રેહાના ટસની મસ ન થઈ. આમેય નાનપણથી પેન્ટ - શર્ટ પહેરાવીને એના પિતાએ પુત્રની જેમ જ એનો ઉછેર કર્યો હતો અને પુરુષોની જેમ જ જિંદગી જીવવાની પ્રેરણા પણ આપતા હતા. ધો. 10માં અભ્યાસ કરતાં - કરતાં રેહાનાએ પોતાની સાઈકલ પર અખબાર વિતરણનું કામ શરુ કરી દીધું. શરૂમાં લોકો એને આશ્ચર્યથી જોઈ રહેતા. આ છોકરી શોખ પૂરો થતા થાકીને માંડી વાળશે એવું વિચારનારા પણ હતા. જો કે, રેહાનાએ આવું વિચારનારાને મોંમાં આંગળા નાખતા કરી દીધા છે. કારણકે, રેહાના આજે 41 વર્ષની છે અને હજુ અખબાર વિતરણ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો