અકસ્માત:ધ્રોલ પાસે અજાણ્યા વાહને હડફેટે ભિક્ષુક જેવી લાગતી મહિલાનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલાની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી : કારચાલક સામે ગુનો દાખલ

ધ્રોલ નજીક રાજકોટ ધોરીમાર્ગ પર સોમવારના અજાણ્યા વાહને ઠોકર મારતા ભીક્ષુક મહિલાનું મૃત્યું નિપજ્યું છે. અકસ્માત નિપજાવી નાશી છુટેલા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે. જયારે પ્રૌઢ મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.

જામનગર જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ધ્રોલ તાલુકા મથકથી 4 કિ.મી. દૂર આવેલ રાજકોટ ધોરીમાર્ગ પરના સરમરીયા દાદાના મંદિરથી થોડે દૂર ગઇકાલે સવારે પૂર ઝડપે દોડતા અજાણ્યા વાહને આશરે 55 વર્ષીય ભીક્ષુક મહિલાને અડફેટે લઇ અકસ્માત નિપજાવ્યો હતો. આ અકસ્માતમાં ભીક્ષુક મહિલાના શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા ધ્રોલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતક મહિલાનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...