તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તિરૂપતિ સોસાયટીમાં મહિલા સંચાલિત કૂટણખાનુ ઝડપાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈની 1 સહિત 4 મહિલાની અટક: ડમી ગ્રાહક મોકલી રેઈડ

જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં મહિલા સંચાલિત લાંબા સમયથી ચાલતા કૂટણખાના પર સિટી-સી ડિવિઝને બોગસ ગ્રાહક મોકલીને દરોડો પાડી મુંબઈની એક સહિત ચાર મહિલાઓને પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલ યોગેશ્વરધામ નજીક તિરૂપતિ સોસાયટીમાં રહેતી ગુલઝારબેન ઉર્ફે પૂજા ઉર્ફે સમીરા મહેંદી મહોમદ બહાદુર અભવાણી (ઉ.વ.45) નામની મહિલા બહારથી માણસો બોલાવીને પોતાના ઘરે કૂટણખાનુ ચલાવતી હોવાની બાતમી સિટી-સી ડિવિઝન પોલીસને મળતા તેમણે આ અંગે બોગસ ગ્રાહકને ગુલઝારબેનને ત્યાં મોકલતા તેણીએ પૈસાની લેતી દેતી કરીને મહિલા મોકલતા પોલીસ ત્યાં ત્રાટકી હતી.

અને ગુલઝારબેન સહિત મુંબઈની એક તેમજ અન્ય બે મહિલાઓ જેઓ આ ધંધામાં સક્રિય હતી તેમની અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, મહિલાઓ દ્વારા 2000થી લઈ 1000 સુધીના પૈસા લેવામાં આવતા હતા. પોલીસ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...