તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેણદારો, રોકાણકારોમાં દોડધામ:જામનગરના જાણીતા કોન્ટ્રાકટર અચાનક ભૂગર્ભમાં ઉતરી જતાં ચકચાર

જામનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કરોડોનો બાકી વેરો કારણભૂત?
 • જામ્યુકો અને ખાનગી સોસાયટીમાં મોટાપાયે રોડના કામ રાખતા હતા
 • મોટા ગજાના કોન્ટ્રાકટરે લગભગ રૂા. 10 કરોડનાે વેરો ન ભરતા સંબંધિત તંત્રની તવાઇ ઉતરી હતી : શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલાે મુદ્દો

જામનગરમાં મહાનગપાલિકા અને ખાનગી સોસાયટીમાં મોટાપાયે રોડના કામ રાખનાર જાણીતા કોન્ટ્રાકટર અચાનક ભૂગર્ભમાં ઉતરી જતાં ચકચાર જાગી છે. કોન્ટ્રાકટરના ગાયબ થવા પાછળ કરોડો રૂપિયાનો બાકી વેરો કારણભૂત હોવાની ચર્ચા શહેરભરમાં જોરશોરથી ચાલી રહી છે. બીજી બાજુ મોટાગજાના કોન્ટ્રાકટર એકાએક અદ્રશ્ય થતાં લેણદારો અને રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે.

જામનગર મહાનગરપાલિકામાં છેલ્લાં ઘણાં વર્ષોથી તથા શહેરની ખાનગી સોસાયટીમાં રસ્તાના મોટા પાયે કોન્ટ્રાકટ રાખનાર શહેરના જાણીતા કોન્ટ્રાકટર છેલ્લાં થોડાં દિવસોથી એકાએક ભૂગર્ભમાં ઉતરી જતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. મોટાગજાના કોન્ટ્રાકટર દ્વારા રસ્તાના કામ કરી રૂ. 10 કરોડ જેટલો વેરો ન ભરતા સબંધિત તંત્રની તવાઇ ઉતરતા અદ્રશ્ય થયા હોવાનું અન્ય કોન્ટ્રાકટર અને શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

શહેરના જાણીતા કોન્ટ્રાકટર એકાએક ભૂગર્ભમાં ઉતરી જતાં મહાનગરપાલિકાના અધિકારીઓમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ કોન્ટ્રાકટર લોબીમાં મોટું નામ ધરાવતા કોન્ટ્રાકટર એકાએક અદ્રશ્ય થયાની વાત વાયુ વેગે શેહેરમાં પ્રસરતા તેની સાથે ભાગીદારીમાં ધંધો કરનારા અન્ય કોન્ટ્રાકટરો તથા રેતી, સિમેન્ટ સહિતનો ઉધાર માલ આપનારા વેપારીઓ તથા અન્ય લેણદારો અને રોકાણકારોમાં ભારે દોડધામ મચી ગઇ છે.

વેરા ચોરી સબબ તંત્ર દ્વારા ગુપ્ત રાહે તપાસ
જામનગરમાં મહાનગરપાલિકા અને ખાનગી સોસાયટીમાં રોડના મોટા કામ રાખનાર જાણીતા કોન્ટ્રાકટરે રૂ.10 કરોડ જેટલો વેરો ભર્યો ન હોય તંત્રની તવાઇ ઉતરતા અદ્રશ્ય થયાની ચર્ચા શરૂ થઇ છે ત્યારે વેરાની ચોરી સબબ સંબધિત તંત્ર દ્વારા ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો