તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વૈચ્છિક બંધ:જામનગરમાં જોડીયાના બાદનપરમાં એક સપ્તાહનું સંપૂર્ણ સ્વયંભૂ બંધ જાહેર કરાયું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક બંધનો ઠરાવ કરવામાં આવ્યો

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે આવતીકાલથી એક સપ્તાહનું સંપૂર્ણ સ્વયંભૂ બંધ લાદી દેવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવ્યો છે. સતત વધતા કોરોના દર્દીઓના ગ્રાફને લઈને આવશ્યક ચીજ વસ્તુઓ અને સરકારી ધારાધોરણો મુજબની છૂટછાટ સિવાય તમામ સુવિધાઓ એક સપ્તાહ સુધી પ્રતિબંધિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બાદનપર ગ્રામજનોએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બાદનપર ગામે કોવિડ 19 ની મહામારીને લઈને આવશ્યક નિર્ણય કર્યો છે. નાના એવા ગામમાં સતત વધતા જતા કોરોનાના કેસ બાદ ગઈ કાલે સીદસર ઉમિયાધામ દ્વારા સામુહિક રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. 1600 નાગરિકોની વસ્તી ધરાવતા બાદનપર ગામે દિવસ દરમિયાન 180 ગ્રામજનોએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 16 ગ્રામજન પોઝિટિવ જાહેર થયા હતા. એક સાથે 16 દર્દીઓ સામે આવતા ગ્રામપંચાયત દ્વારા તાત્કાલિક મીટીંગ બોલાવી રોગચાળાને નાથવા યોગ્ય પગલા ભરવા ચર્ચાઓ કરવામાં આવી હતી.

19મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધની અમલવારી

ચર્ચાઓના અંતે કોરોના સંક્રમણ ખાળવા માટે ગ્રામપંચાયત દ્વારા આગામી 19મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધની અમલવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામપંચાયત દ્વારા કરાયેલ જાહેરાત મુજબ, બાદનપર ગામમાં 13/05/2021ના રોજ બપોરના 12 વાગ્યાથી 19/05/2021 સુધી ગામમાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ કરવામાં આવે છે. 20/05/2021 ના રોજથી દુકાનો તથા શાકભાજીની દુકાનો રાબેતા મુજબ ખુલશે.

આરઓ પ્લાન્ટમાં પાણી ભરવાનો સમય સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી

કોરોનાની સંક્રમણની ચેઇન તોડવા માટે આ સ્વૈચ્છિક બંધનું ચુસ્તરીતે પાલન કરી કોરોનાના જીવલેણ ચેપને આગળ વધતો અટકાવવામાં મદદ રૂપ થવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. સ્વૈચ્છિક બંધ દરમિયાન આરઓ પ્લાન્ટમાં પાણી ભરવાનો સમય સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધીનો રહેશે. તેમજ દૂધની ડેરી રાબેતા મુજબ ખુલ્લી રાખવા નિણર્ય કરવામાં આવ્યો છે. જયારે સરકાર દ્વારા કોરોનાની જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે તેનું સંપૂર્ણ પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...