તૈયારી:બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા પદયાત્રા યોજાઈ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત એક લાખ ઘર પર લહેરાશે તિરંગો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં એક લાખ ઘરો પર તિરંગો ફરકાવવાનું આયોજન કરાયું છે. આ સંદર્ભ જામનગરમાં બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ-શિક્ષકો દ્વારા પદયાત્રા પણ યોજાઈ હતી. શહેરમાં ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક લાખ ઘરો પર તિરંગો લહેરાશે જે માટે મહાનગરપાલિકા દ્વારા ધ્વજની ખરીદી અને વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ દરમિયાન તા. 30 જુલાઈના બાલાચડી સૈનિક સ્કૂલના કેડેટ્સ દ્વારા શહેરમાં તિરંગા જાગૃતિ પદયાત્રા યોજવામાં આવી હતી. બાલાચડી સૈનિક સ્કૂલના ચાર શિક્ષકોના નેજા હેઠળ 60 વિદ્યાર્થીઓએ આજે રણજિત રોડથી શહેરના સજુબા રાજમાર્ગો પર ભારત માતા કી જયના નારા સાથે ઘર ઘર તિરંગા જોડાવા લોકોને આહ્વાન કર્યું હતું.

તિરંગા જાગૃતિ પદયાત્રા નગરના માર્ગો પર ફરીને લાખોટા તળાવ પર પૂર્ણ થઈ હતી. વિદ્યાર્થીઓના જોશભર્યા નારાથી નગરજનો હર ઘર તિરંગા અભિયાન માટે પ્રોત્સાહિત થયા હતાં. મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ ઘર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે રૂા. 50 લાખના ખર્ચે ધ્વજ ખરીદીને તેનું તા. 13 સુધીમાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયાએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરના એક લાખ ઘરો પર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગો લહેરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...