જામનગર આઈ.ટી.આઈમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલીમાર્થી ભાઈઓ અને બહેનોએ ન્યાયી, નિષ્પક્ષ અને નિડર રીતે મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. ચૂંટણીમાં વપરાતા ઇવીએમ મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર આઈટીઆઈમાં બુધવારે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 800 તાલીમાર્થી ભાઈઓ અને બહેનો તથા 100 સ્ટાફ મિત્રોએ ન્યાયી, નિષ્પક્ષ અને નિડર રીતે મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
તદઉપરાંત ચૂંટણીમાં વપરાતા ઇવીએમ મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઇટીઆઈના આચાર્ય એમ.એમ બૉચિયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર અને બહોળી સંખ્યામાં તાલીમાર્થી ભાઇઓ અને બહેનો જોડાયા હતાં. મતદાન જાગૃતિ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ મતદાનના સંકલ્પ સાથે ઈવીએમ મશીનનું નિદર્શન નિહાળી પ્રક્રિયાથી માહિતગાર થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.