જામનગરમાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 યોજાવા જઈ રહી છે. ત્યારે મહત્તમ લોકો મતદાન કરવા માટે જાગૃત બને, તે હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ જામનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જામનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ 27 ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગર દ્વારા મતદાન જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં 27 ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગર દ્વારા મતદાન જાગૃતિ વિષય અંતર્ગત અલગ અલગ સૂત્રો લખેલા બેનર્સ, હોર્ડિંગ દર્શાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરની કચેરીથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી 350 એન.સી.સી. કેડેટ્સ દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તેમજ પોતાના મતાધિકારથી અવગત બને તે હેતુસર મતદાન જાગૃતિ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
કાર્યક્રમમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, નોડલ ઓફિસર ફોરમબેન કુબાવત, પ્રાંત યુવા વિકાસ અધિકારી એચ.એન. વાળા, કેપ્ટ્ન પ્રભાંશુ અવસ્થી, સુબેદાર મેજર લાલ બહાદુર, નાયબ સુબેદાર હરવિન્દર, સુબેદાર મહેશ તેમજ અન્ય આર્મી કમાન્ડર ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.