તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ ગરબા:જામનગરમાં બે દિવસીય યોગ ગરબા કાર્યક્રમ યોજાયો, મેયર અને પ્રાંત અધિકારીઓએ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી ગરબા કર્યાં

જામનગરએક મહિનો પહેલા
  • આજનો કાર્યક્રમને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મૂકાયો
  • પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને મેયર માસ્ક વગર જોવા મળ્યાં

જામનગરમાં લીલાવંતી નેચરલ ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર દ્વારા લીલાવંતીબેન શાહની પુણ્યતિથિ નિમિત્તે 2 દિવસીય યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની કુંવરબાઈ જૈન ધર્મ શાળા ખાતે આયોજિત યોગ ગરબા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજનો કાર્યક્રમ રાજ્યમંત્રી ધરમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં મેયર, પ્રાંત અધિકારી તેમજ અન્ય આગેવાનોએ યોગ ગરબા કર્યા હતા. જોકે, આજના આયોજનમાં મયેર અને પ્રાંત અધિકારી કોરોના ગાઇડલાઇનના નિયમ તોડી યોગ ગરબા કર્યા હતા.

કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે યોજાયેલા યોગ ગરબાના કાર્યક્રમમાં મૈયર બીના કોઠારી અને મહિલા પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડાયા હતા અને શહેરના પ્રથમ નાગરિક અને પ્રાંત અધિકારી માસ્ક વગર યોગ ગરબા યોજ્યા હતા.

આ આયોજનમાં અધિકારી અને પદાધિકારીઓ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવતાં જોવા મળ્યાં હતાં.

આ યોગ કાર્યક્રમમાં 2 દિવસ દરમિયાન 800 બહેનો ભાગ લેશે. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર, પ્રાંત અધિકારી શહેર આસ્થાબેન ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિ આર.કે.શાહ અને યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...