જામનગરમાં સમસ્ત છાટબાર પરિવારના કૂળદેવી કૌશલ્યા માતાજીનું નૂતન દેવસ્થાન હાપા નજીક કૌશલ્યા ધામ ખાતે બન્યું છે, ત્યારે સરદારનગર-2માં તા. 11-12 મેના કૌશલ્યા ધામમાં વાસ્તુવિધિ, હવન તેમજ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવશે તો સમાજના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
તારીખ 11ના સવારે 9.30 વાગ્યે મંડપ પ્રવેશ, બપોરે 2 વાગ્યે પ્રસાદ અને સાંજે 4.30 વાગ્યે ઉત્તર પૂજન અને આરતી તેમજ સાંજે 5 વાગ્યે સોવેનિયર વિમોચન, દાતાઓનું સન્માનનો કાર્યક્રમ યોજાશે. જેમાં ઇશ્વરલાલ છાટબાર સમારંભના અધ્યક્ષસ્થાને રહેશે, જ્યારે અન્ય મહેમાનોમાં કનૈયાલાલ છાટબાર, ભૂપેન્દ્રકુમાર છાટબાર, જતીનભાઇ જગતીયા, વિજયભાઇ દુબલ, કાંતિલાલ કણજારીયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે, રાત્રીના મહાપ્રસાદ ઉપરાંત 9.30 વાગ્યે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
તારીખ 12ના પ્રાચીન દેવાલય ખંભોત્રી ફળીથી કૂળદેવીને શોભાયાત્રા દ્વારા વાજતે-ગાજતે લઇ આવવામાં આવશે, ત્યારબાદ નૂતન દેવાલયમાં પૂન: સ્થાપનાવિધિ તેમજ નિજ મંદિરમાં પાટ પધારશે તેમજ બીજા દિવસે દેવ સંસ્થાપન ચંડી હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીમંડળના સભ્યો, દાતા પરિવારના સભ્યો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.