અકસ્માત:ગુલાબનગરમાં રિવર્સમાં ચાલતા ટ્રકે જીપ, મકાનની દિવાલ, રિક્ષાને ઠોકર મારી

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદ્નસીબે કોઈને ઇજા ન પહોંચી: બન્ને વાહનોમાં નુકસાનની ફરિયાદ નોંધાઈ

જામનગરમાં ગુલાબનગરના પહેલાં ઢાળિયે હર્ષદ ડેરીવાળા મેઇન રોડ પર સોમવારે સાંજે રિવર્સમાં આવતા એક ટ્રકે જીપને ઠોકર મારી મકાનમાં ઘુસી જતાં તેમજ એક રિક્ષાને પણ હડફેટે લેતાં આ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. ટ્રક ચાલકથી સ્ટીયરીંગ પર કાબુ ન રહેતાં સર્જાયેલા આ અકસ્માતમાં મકાનની કમ્પાઉન્ડની દીવાલને તેમજ ભંગારમાં પડેલ રિક્ષાને નુકસાની પહોંચી હતી.

જામનગરમાં સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યા આસપાસ સર્જાયેલી આ ઘટનાની વિગત મુજબ ગુલાબનગર વિસ્તારમાં પહેલાં ઢાળિયે હર્ષદ ડેરીવાળા મેઇન રોડ પર જીજે-10-ઝેડ-9831 નંબરનો ટ્રક રિવર્સમાં આવી રહ્યો હતો ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા આ ટ્રકે વિજયભાઇ પરમારના ઘર પાસે પાર્ક કરેલ સંજયભાઇ પ્રવિણભાઇ રાઠોડની જીપના આગળના ભાગે અથડાયો હતો.

ત્યારબાદ વિજયભાઇ ધિરજલાલ પરમારના મકાનના કમ્પાઉન્ડની દિવાલને તથા તેમની ભંગારમાં પડેલ રીક્ષા નંબર જીજે-10-ડબ્લ્યું-343 સાથે અથડાવી નુકસાની પહોંચાડી હતી. આ બનાવ અંગે જીપ માલિક સંજયભાઇએ ટોરસ ડમ્પરના ચાલક સામે સિટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...