તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:ગુલાબનગર પાસેથી 1500 બોટલ દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીટી-બી પોલીસે 37 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગર શહેરના ગુલાબનગર પાસેથી સીટી-બી પોલીસે ટ્રકના પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલા બાંચકાઓ પાછળ સંતાડેલો 1500 બોટલ ઇગ્લીશ દારૂ સાથે બે શખસોને પકડી પાડી રૂા. 37.63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચાર શખસોને ફરાર જાહેર કર્યા છે.

જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસના શોભરાજસિંહ પરમાર, કિશોર પરમાર, ક્રિપાલસિંહ જાડેજા વગેરે નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ટ્રક નં. જીજે-10ટીવી-8030ના અમુક લોકો વિદેશી દારૂનો જથ્થો લઇને શહેરમાં ઘુસાડી રહયા છે, જે પરથી પોલીસે વોંચ ગોઠવી ગુલાબનગર જકાતનાકા પાસે ટ્રકને રોકી તેની તપાસણી કરતા ટ્રકમાં પ્લાસ્ટીકની પાછળ કોથળીઓ ભરેલી બાચકાઓ પાછળ વિદેશી દારૂ 1500 બોટલ મળી આવી હતી.

પોલીસે ટ્રક તેમજ બાચકાઓ, મોબાઇલ વગેરે મળી રૂા. 37,63,375નો મુદ્દામાલ કબજે કરી ધર્મેશ ઉર્ફે ધમો દિલીપભાઇ ગોહિલ (રે. નવાગામ ઘેડ) અને ઇમરાન ઇકબાલ શેખ (રે. કિશાનચોક)ને પકડી પાડયા હતાં. તેમને આ દારૂ ફૈજલ અબ્દુલભાઇ આમરોણીયા (રે. ગુલાબનગરવાળા)એ દમણ પાસેથી ભરાવી આપ્યો હોય અને દિગુભા જાડેજા (રે. ખંભાળિયા), રમીશ મામદ ગોરી (રે. વાઘેરવાડો) અને સબલો ગજીયા (રે. વાઘેરવાડા)એ મંગાવેલો હોય, ચારેય શખસોને ફરાર જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...